Tuesday, September 24, 2024

મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેકટર જોડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી જિલ્લાની એક પણ શાળા બાકી ન રહે તેની તકેદારી રાખવા અંગે સૂચના આપતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી

મોરબી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે સાબરમતી ઓડીટોરીયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગ૨ ખાતેથી બ્રિફિંગ મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગનું જિલ્લા કક્ષાએ જીવંત પ્રસારણ કરાયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનીને દેશમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. આ મજબૂત પાયામાં એક પાયો શિક્ષણનો છે. આપણે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન આપી શકીશું. શિક્ષણમાં આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છીએ અને હજુ આમાં સુધારો લાવી શકીએ છીએ. શિક્ષણ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડવાનો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની છે. શિક્ષણમાં ગ્રામ્ય સ્તરથી શહેર સુધીનું સ્તર એકસમાન થાય તે માટેના પ્રયત્ન કરવાના છે. આપણે નવી શિક્ષણ નીતિનો ઉપયોગ કરી આગળ વધી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે સારામાં સારું વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે તેનો પ્રયત્ન આપણે કરવાનો છે.

વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને સુઆયોજિત રૂટનું આયોજન કરવા અને આ કાર્યક્રમમાં એક પણ શાળા બાકાત ન રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લાની તમામ સરકારી બાલવાટિકાઓ, પ્રાથમિક,માધ્ય. અને ઉ.માઘ્ય શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શિયલ શાળાઓમાં આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે.

આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપકુમાર વર્મા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર