ધોનીના ગુણો તેને સૌથી ખાસ બનાવે છે અને ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે તે કેપ્ટન્સનો પણ કેપ્ટન કેમ છે અને તેના સાથી ખેલાડીઓ શા માટે તેને આટલો પસંદ કરે છે. ધોની એક તેજસ્વી કેપ્ટન તેમજ મહાન માણસ છે. કોવિડ-19ના લીધે આઇપીએલ 2021ને અધવચ્ચેથી રોકી હતી અને ત્યારબાદ તમામ ખેલાડીઓને ઘરે જવાનું કહેવામાં આવ્યું હતું. બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ આ દરમિયાન એક એવી વાત સામે આવી હતી જેણે સાબિત કર્યું હતું કે માહી તેના સાથી ખેલાડીઓની કેટલી ચિંતા કરે છે.
એક ખાનગી અહેવાલ મુજબ ધોનીની પ્રાથમિકતા પહેલા પોતાની ટીમના વિદેશી ખેલાડીઓ તેમજ ઘરેલુ ખેલાડીઓને ઘરે મોકલવાની છે.અને પછી રાંચી જવા રવાના થવાની છે. સીએસકેના એક સભ્યએ કહ્યું હતું કે,માહી હોટેલ છોડનાર છેલ્લો વ્યક્તિ હશે. તેઓ ઇચ્છે છે કે વિદેશી ખેલાડીઓને પહેલા મોકલવામાં આવે અને પછી ઘરના ખેલાડીઓને સલામત કરવામાં આવે. જ્યારે બધા ખેલાડીઓ સલામત રીતે તેમના ઘરે પહોંચશે ત્યારઆદ ધોની તેના ઘરે રાંચી જવા ફ્લાઇટ લેશે. વિદેશી ખેલાડીઓને ઘરે પાછા મોકલવા એ બીસીસીઆઇ માટે મોટો પડકાર છે, પરંતુ સીએસકેના મોટા ભાગના વિદેશી ખેલાડીઓને પાછા મોકલવામાં આવ્યા છે. બુધવારે સીએસકેએ ભારતીય ખેલાડીઓ માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે જેમાં તેમને દિલ્હીથી રાજકોટ, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ મોકલવામાં આવશે. ધોની છેલ્લે રાંચીમાં પોતાના ઘર માટે રવાના થશે. એક અહેવાલ મુજબ મુંબઈ ઈન્ડિયન અને પંજાબ કિંગ્સે તેમના ખેલાડીઓને મોકલવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે જ્યારે રાજસ્થાન, કોલકાતા અને હૈદરાબાદે તેમના ખેલાડીઓને કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા મોકલ્યા છે. લીગમાં ભાગ લેનારા ઓસ્ટ્રેલિયન સિવાય તમામ ખેલાડીઓ ગુરુવાર સુધીમાં ઘરે પહોંચે તેવી સંભાવના છે.