Wednesday, March 19, 2025

મોરબી: સગીરાના ફોટા વાયરલ કરીને ધમકી આપી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સગાઈ તોડાવવા માટે આરોપી દ્વારા ફોટા વાયરલ કર્યા: સગીરાને બ્લેકમેઇલ કરીને ૬ મહિના સુધી શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ.

મોરબી શહેરમાં એક સગીરાના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કરીને ધમકી આપીને દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. લખધીરપુર ગામનો નરાધમ આરોપી અંકીત ડાભીએ સગીરાના ફોટા ઇન્સ્ટાગ્રામમાંથી લઈ તેમાં એડિટિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, અને સગીરાની સગાઈ તોડાવવા માટે યુવતીના ફોટાઓનો દુરુપયોગ પણ કરવામાં આવ્યો હતો. હાલ પીડિતાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની ૧૭ વર્ષીય સગીર વયની દીકરીના ફોટા ચાર મહિના પહેલા લખધીરપુરના રાજેશભાઈ ડાભીના પુત્ર આરોપી અંકીત ડાભીના મોબાઇલમાં છે અને વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે પીડિતાના પરિવાર દ્વારા ઘરમેળે તપાસ કરતા આરોપી અંકીતે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને દીકરીના ફોટા મેળવી, એડિટ કરીને તેનો દુરુપયોગ કર્યો હતો. જ્યારે આ મામલે પીડિતાના માતા-પિતાએ આરોપી અંકીતના પિતાને પૂછપરછ કરી, ત્યારે તેમણે માફી માંગી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાનો વિશ્વાસ આપ્યો હતો, ત્યારે બીજીબાજુ સગીરાની સગાઈ કરવામાં આવી હતી, ત્યારે નરાધમ આરોપી અંકિત દ્વારા સગીરાના ફોટા સામાપક્ષ વાળાને દેખાડી વાયરલ કર્યા હતા જેથી સગીરાની સગાઈ તૂટી ગઈ હતી.

પીડિતાએ તેના માતા-પિતાને માહિતી આપતા જણાવ્યું કે નરાધમ આરોપી અંકીતે છ મહિનાથી આ ફોટા બાબતે તેનું શોષણ કરે છે. અને રસ્તામાં જતા ગમે ત્યાં અટકાવી ધમકી આપતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ગયા સપ્ટેમ્બર ૨૦૨૪માં મોરબીમાં અવની ચોકડી પાસે અટકાવી પોતાના મોટર સાયકલ ઉપર પાનેલી ગામે વાડીમાં લઈ જઈ સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૪માં ધમકી આપી રાજકોટ લઈ ગયો જ્યાં આરોપીનો ભાઈ પ્રદીપ પણ હાજર હતો અને તેણે બંનેના સાથે ફોટા પાડ્યા હતા. તાજેતરમાં, ૨૯ જાન્યુઆરીના રોજ, અંકીત સગીરાને ધમકાવી હળવદ લઈ ગયો, અહીંયાં પણ ફોટા પાડ્યા અને કેસર બાગ મોરબી ખાતે વધુ ફોટા લેવામાં આવ્યા બાદ અંકીતે આ તમામ ફોટાઓ સગીરાની સગાઈ થઈ તે ગામના લોકો સુધી પહોંચાડીને વાયરલ કરી સગીરાની સગાઈ તોડાવી દીધી હતી. હાલ પીડિતાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અંકિત રાજેશભાઇ ડાભી રહે. લખધીરપુર ગામ તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ, દુષ્કર્મ, આઇટી એક્ટ તથા ધમકી આપી શોષણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર