મોરબીની માધાપરવાડી શાળાના બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે અભિનયના ઓજસ પાથર્યા
મોરબીની માધાપરવાડી શાળામાં દિકરીની સલામ દેશ કે નામ અંતર્ગત સૌથી વધુ ભણેલ દિકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો
મોરબી: 75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની સાથોસાથ સમગ્ર મોરબી જિલ્લો અને મોરબીની તમામ શાળાઓ દેશભક્તિના રંગે રંગાઈ છે, ભારતમાતાના જય નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે ત્યારે મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલ્પાબેન ભરતભાઈ ડાભી નામની વાડી વિસ્તારની સૌથી વધુ ભણેલી દિકરીના કર કમલોથી દિકરીની સલામ દેશ કે નામ અંતર્ગત રાષ્ટ્ધ્વજ લહેરાવાયો હતો અને સરપંચ ડો.ગણેશ નકુમના હસ્તે આ દિકરીનું સન્માન કરાયું હતુઁ ત્યારબાદ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોએ દેશભક્તિથી ભરપૂર,રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના વ્યક્ત કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ *બાલ તરંગ* માં છોટી સી આશા..રામ સિયા રામ… વાગ્યો રે ઢોલ..એ વતન.. મેરે.. વતન.. મેરે ઘર રામ આયેંગે.. ગીતો દ્વારા અભિનયના ઓજસ પાથર્યા હતા.માધાપર ઓ.જી. ગ્રામ પંચાયતના ઉત્સાહી અને યુવા સરપંચ જે પોતે વ્યવસાયે તબીબી ડો.ગણેશભાઈ નકુમે પોતે આ માધાપરવાડી શાળામાં ભણ્યા હોય,માતૃશાળાનું ઋણ ચૂકવવા હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નિઃશુલ્ક સારવાર કરવાની જાહેરાત કરી હતી. ગત વાર્ષિક પરીક્ષામાં બંને શાળા ધો.3 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.આ કાર્યક્રમ નિહાળવા ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક બંધુ-ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ સરસાવાડિયાએ કર્યું હતું.