મોરબીના તળાવિયા શનાળા નજીક આવેલ કંપનીમાં પોલીસીંગ મશીનમાં આવી જતા યુવકનું મોત
મોરબી: મોરબીના તળાવિયા શનાળા રોડ પર આવેલ રોલજા ગ્રેનાઈટો એલ એલ પી કંપનીમાં પોલીસીંગ મશીનમાં આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જશ્મીન પ્રવિણભાઈ નાયકપરા ઉ.વ.૨૪ રહે. ગોકુળીયા ચરાડવા તા.હળવદ જી મોરબી વાળા ગત તા-૦૬/૦૬/૨૦૨૪ ના રોજ કોઈ પણ સમયે રોલજા ગ્રેનાઈટો એલ.એલ.પી. કંપની તળાવીયા શાનાળા રોડ તા.જી.મોરબી ખાતે ઉપરોકત કંપનીમાં પોલીસીંગ મશીનમાં આવી જતા જશ્મીન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.