ભ્રષ્ટાચાર અને કૌભાંડ ના આરોપી ઘનશ્યામ ગોહિલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની દાવેદારી કરશે..?
નાની સિંચાઈ યોજના કૌભાંડ ના શંકાસ્પદ આરોપી બનશે મોરબી જિલ્લાના પ્રમુખ?
હાલ માં ગુજરાત માં જિલ્લા ભાજપ પ્રમુખ માટે મુરતિયાઓ ના બાયોડેટા માંગવાની તૈયારી ચાલી રહી છે જેમાં સૌ કોઈ પોતાના રાજકીય આકાની આડ મા ચોકઠાં ગોઠવી રહ્યા છે, ભાજપ પાર્ટી ના માપદંડ હાથીના દાંત જેવા છે ચાવવા અને દેખાડવા ના જુદા હોય
રાજકીય વર્તુળો માં એવી ચર્ચા એ જોર પકડ્યું છે કે માજી મંત્રી જયંતી કવાડિયા ભ્રષ્ટાચાર અને કૌભાંડના આરોપી ઘનશ્યામ ગોહિલ માટે ગાંધીનગર સુધી અડધી પીચે બેટિંગ કરે છે.જયંતિ કવાડિયા નુ રાજકારણ ગુપ્ત રોગ જેવું છે જે દેખાઈ એ હોતું નથી અને હોઈ છે તે આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી
હળવદ ભ્રષ્ટાચાર ની શોલે ના જય વીરુ એટલે ઘનશ્યામ ગોહિલ અને વલ્લભ પટેલ જેમ વલ્લભ પટેલ ઘોડી પાસા જેવા હલકા જુગાર ની રેડ માં આવી જતા પાર્ટી માંથી સસ્પેન્ડ છે,
આ બેલડી એ હળવદ પંથક મા ગામડાઓ માં વિખવાદ ઊભા કરી કાળો કેર વર્તાવ્યો હતો પણ માજી મંત્રી ના ડાબા જમણા હોવાથી પક્ષ ના સારા અને કર્મઠ લોકો કાયમ માટે નિષ્ક્રિય થઈ સાઇડ લાઇન થઈ ગયા ઘનશ્યામ ગોહિલ પાસે કોઈ કાર્યકર્તા કે જમીની તાકાત ન હોવા છતાં મંત્રી ઝંડો લઇ ને ફરે તેની પાછળ ક્યાંક મંત્રી નો પગ પણ કુંડાળા માં નથી આવી ગયો ને એવી ચર્ચા એ ઝાલાવાડ માં જોર પકડ્યું છે
હમણાં મોરબી ખાતે ની જિલ્લા સંકલન મિટિંગ માં કોભાંડ ના આરોપી ઘનશ્યામ ગોહિલ ની હાજરી થી મીડિયા જગત માં હોબાળો મચ્યો હતો અને પક્ષની આબરૂ ના લીરા ઉડ્યા હતા, આ બેલડી ને કારણે ભાજપ અનેક વાર બેકફૂટ અને શરમ માં મુકાયો હતો
ઘનશ્યામ ગોહિલે નાની સિંચાઈ હોઈ કે રેતી ખનન વગેરે માં પક્ષનો ઉપયોગ ફકત પૈસા કમાવા માટે કર્યો, ભૂતકાળ માં સરકાર ના વરિષ્ઠ મંત્રી ને ભાજપ ના લેટર પેડ નો ઉપયોગ કરી ગુમરાહ કર્યા હતા
હાલ મોરબી ભાજપ ની હાલત ઉકાળા ચરુ જેવી છે કાંતિ અમૃતિયા અને અજય લોરિયા ની લડાઈ જગ જાહેર છે એમાઇ જો આવા લોકો પ્રમુખ પદ ની દાવેદારી નોંધાવશે તો પાર્ટી માં એક બીજા ને નોતરે વહેવાર નહીં રહે તેવી વાતો વાયુ વેગે ફેલાઈ રહી છે