મોરબીમાં ફોન નંબર બ્લોક કરતા પ્રેમીએ યુવતી પર કરાવ્યો હુમલો
મોરબી: મોરબીમાં મહિલાને પ્રેમ કરવો પડ્યો ભારે મહિલાને તેના પ્રેમી સાથે બોલાચાલી થતા યુવતીએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરી દિધો હતો જેનો ખાર રાખી આરોપીએ બે શખ્સોને મોકલી યુવતીને લાકડી વડે ફટકારી હતી. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી એક યુવતીએ આરોપી વિજયભાઈ બારૈયા રહે. ભાવનગર તથા બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૨ -૨૦૨૪ ના રોજ ફરિયાદીને શકમંદ આરોપી વિજયભાઈ સાથે પ્રેમસબંધ હોય અને થોડા સમયથી આરોપી વિજયભાઈ સાથે બોલચાલી થયેલ હોય અને ફરીયાદીએ આરોપી વિજયભાઈના મોબાઇલ નંબરો બ્લોક કરતા જેનો ખારરાખી તેને અજાણ્યા બે આરોપીઓને મોકલી બંને ઇસમો પૈકી એક અજાણ્યા ઇસમે ફરીયાદીને લાકડી વડે પગના ભાગે મુંઢમાર મારી નાશી ગયા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.