મોરબીના આલાપ પાર્કમાં રહેઠાણ વિસ્તારમાં બનાવેલ ગોડાઉન દૂર કરવાનો આદેશ આપતા કલેકટર
મોરબીના કલેકટર દ્વારા આલાપ પાર્કમાં થયેલ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવા નગરપાલિકાને જણાવ્યું
ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ કલેકટર તેમજ સતત સાથ આપનાર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો આભાર પ્રકટ કરતા આલાપવાસીઓ
મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાંની અંદર સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામેં કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવેલ હોય,સોસાયટીના રહીશોએ કલેકટર સમક્ષ રજૂઆત કરતા કલેકટર જી.ટી.પંડ્યાએ તા.25.01.24 ના રોજ આલાપ પાર્કના રહેણાંક વિસ્તારમાંમાં ગોડાઉન બંધ કરવાનો આદેશ કરેલ છે.અને આલાપ પાર્કમાં કરેલ દબાણ દૂર કરવા નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવેલ છે.આ સમગ્ર મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આલપવાસીઓને સતત સાથે રહ્યા હતા.ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ સમગ્ર આલાપવાસીઓએ કલેકટર જી.ટી.પંડયા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને કાંતિભાઈ અમૃતિયાનો આભાર પ્રકટ કરેલ છે.