વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ અન્વયે જિલ્લાના અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાશે
મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી લાભો મળે તે માટે રાજ્ય સરકાર તરફ આગામી ૨૧ ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાજાનાર છે.
આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમમાં મંડપ, સ્ટોલ, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, ફિલ્મ નિદર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગીરી વિશે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા, જિલ્લા આયોજન અધિકારી જીજ્ઞેશભાઈ બગિયા, તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ૮ માર્ચ એટલે સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના મોરબી જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાના અધ્યક્ષસ્થાને મોરબીના પંચાસર રોડ સથવારા સમાજની વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સરકારની...
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં રાજકોટ અને ચોટીલાથી ચાર ટીમો સ્થળ પર પહોંચી હાલ આગ પર પાણીનો મારો ચલાવી...
મોરબી શહેરમાં આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે "ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.
આ વકતૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો. આર. એન. રાઠોડ, ડો. કે. બી. વાઘેલા એન.એસ.એસ. યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધાર્યો હતો. તેમજ સાથો...