Wednesday, April 2, 2025

મોટીબરાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે.

આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૯ માટેની પ્રવેશ પરીક્ષામાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બોચિયા રિધ્ધીબેન મનસુખભાઈ ઉત્તીર્ણ થઈ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર