Sunday, November 10, 2024

મોરબી ની નાની કેનાલ રોડ ઉપર વેડફાતુ પીવાનું પાણી!તંત્ર ની બેદરકારી સામે આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી પીવાના પાણીની લાઈન લીકેજ થતી હોવાથી આ વેડફાતું પાણી રોડમાં ઘણે સુધી રહેતું રહે છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ નાની કેનાલ રોડ અત્યારે ખૂબ જ વિકસિત વિસ્તાર છે. પરંતુ ત્યાં મંજૂરી વગરના બાંધકામ થતા હોય ત્યાં નીકળતી પીવાની પાણીની લાઈનમાં નગરપાલિકાની જાણ હોય કે ન હોય પણ ત્યાં કનેક્શન લઈ લેવામાં આવ્યા છે. અને આ કનેક્શન લીધા પછી કાળજીપૂર્વક કામગીરી કરી ન હોય કનેક્શન લીધું ત્યારથી આ પાણી વેડફાતું રહે છે. અને આ વેડફાતા પાણી અંગે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક આ વહેતું પાણી બંધ કરવામાં આવે અને જો આ કનેક્શન ગેરકાયદેસર લીધું હોય તો પાણી ચોરી કર્યા અંગેની જે કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે. અને જો કનેક્શનની મંજૂરી લીધી હોય તોતાત્કાલિક વેડફાતુ પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર