મોરબી:SMCની રેડમાં દારૂની 17514 બોટલો સાથે ચાર ઝડપાયા: એક કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત
મોરબી જીલ્લામાં જાણે સ્થાનીક પોલીસ કામગીરી ઉપર સવાલોનો મારો થઈ રહ્યો છે ત્યારે અવારનવાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલ મોરબીમાં રેડ કરી વિદેશી દારૂ, કોલસા, અને ડીઝલનાં કૌભાંડ ઝડપી રહી છે ત્યારે ફરી એક વખત મોરબીના રાજપર રોડ સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૭૫૧૪ સાથે એક કરોડ થી વધુના મુદામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસને ઉંઘતી રાખી મોરબીના શનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમા દારૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાં વિદેશી દારૂનું કટીંગ ચાલુ હોય તે દરમ્યાન વિદેશી દારૂની બોટલ નંગ -૧૭૫૧૪ કિં રૂ. ૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧,૧૧,૯૪,૨૧૨ ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારણ ગુરૂ, પ્રવિન ભગીરથરામ રહે. બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય સાત ઈસમો અશોક પુનામારામ પુવાર, કમેલેશ હનુમાનરામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર -કે.એ.-૦૧-એ.એમ-૪૫૨૩ નો ચાલક, અશોક લેલન ગાડી નં -જીજે-૦૭-ટીયૂ-૫૧૩૧ નો માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.