Tuesday, September 24, 2024

મોરબીની તમામ ખાનગી હોસ્પિટલોમાં આવતી કાલે શુક્રવારે તમામ તબીબી સેવાઓ બંધ રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર ખસેડવામાં આવે તેવા હાઈકોર્ટના આદેશ ના વિરોધમાં ખાનગી તબીબ એક દિવસની હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે શુક્રવારે 200થી વધુ તબીબ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસીયુમાં આગની ઘટના બની હતી જે બાદ આઈસીયુની આગની ઘટના રોકવા સરકારને પગલા લેવા કોર્ટે ટકોર કરી હતી જોકે સરકાર દ્વારા કોઈ સંતોષકારક પગલા ન લેતા હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા રાજ્યની હોસ્પિટલને 7 દિવસમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા આદેશ કર્યો હતો આ આદેશને પગલે ઇન્ડીયન મેડીકલ એસોશિએશન સાથે જોડાયેલ ડોક્ટરમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કોર્ટના આ આદેશ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને શુક્રવારે રાજ્યભરમાં એક દિવસની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ હડતાળમાં ઇન્ડીયન મેડીકલ એસોશિએશનમાં મોરબી સાથે જોડાયેલ 200થી વધુ તબીબ જોડાશે અને શુક્રવારે ઓપરેશન તેમજ રૂટીન ચકાસણી નહી કરવાનો તેમજ એક પણ પ્રકારની ઈમરજન્સી સેવા નહી કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોરબીની 100 થી વધુ નાની મોટી ખાનગી હોસ્પિટલમાં અનેક ઓપરેશન અને રૂટીન ચેકઅપ કામગીરી ઠપ્પ થઇ જશે ઈમરજ્ન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવા ઇન્ડિયન મેડીકલ એસોશિએશનના પ્રમુખ ડો.દીપક બાવરવા અને જનરલ સેક્રેટરી ડો જ્યદીપ કાચરોલાએ જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર