મોરબી: પ્રોહીબિશન તથા શરીરસંબંધી ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પાસે તળે જેલ હવાલે કરાયા
મોરબી: મોરબી તથા વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈશમોને પાસે તળે ડીટેઈન કરી વડોદરા તથા સુરત જેલ હવાલે મોરબી જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શરીરસંબંધી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈશમો વિરુદ્ધ પાસ દરખાસ્ત તૈયાર કરતા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યૂ કરતા બંને ઈશોમની અટક કરી આરોપી વિશાલભાઈ વેલજીભાઈ આલ (ઉ.વ.૨૪) રહે. શક્ત શનાળા મોરબીવાળાને સુરત જેલ હવાલે તથા જુબેરભાઈ બસ્સીરભાઈ સમા (ઉ.વ.૨૫) રહે. આજીડેમ ચોકડી અનમોલ પાર્ક રાજકોટવાળાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.