મોરબીનુ વિરપરડા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ
મોરબી તાલુકાના વિરપરડા ગામે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન
૫૫૦ વર્ષનાં સંઘર્ષ બાદ ભગવાન રામલલા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય બનીને ભવ્યાતિભવ્ય ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રના વિરપરડા ગામમાં પણ યુવાનો તથા ગામજનો દ્વારા પૂર્વ તૈયારી સ્વરુપે ગામમાં બેનર, ઘેરઘેર દિવાનાં કોળિયાનું વિતરણ , આખા ગામમાં ધ્વજ શણગાર,મંદિરોમાં લાઈટીંગ , મંદિરોની સફાઈ જેવા કાર્યક્રમો તેમજ ૨૨મી તારીખે રામધુન,પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ દર્શન, મહાઆરતી,મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે તો સમગ્ર વિરપરડા ગામજનો તરફથી સૌ રામભક્તોને આ તકે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.