મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામા કાંઠે કુળદેવી પાન સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે કુળદેવી પાન સામે રોડ ઉપર આરોપી મયુરભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૨૨) રહે. પ્રેમજીનગર મોટા મંદિરની બાજુમાં તા.જી. મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ તથા હોન્ડા કંપનીનું એક્ટીવા કિં રૂ.૩૫,૦૦૦ ગણી કુલ કિં રૂ.૩૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.