Monday, September 23, 2024

મોરબીમાં ઉછીના પૈસા પરત માગતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં મહિલાના પુત્રએ એક શખ્સને ઉછીના રૂ. ૫૦૦૦ આપેલ હોય જે યુવકે શખ્સ પાસે પરત માગતા આરોપીને સારુ ન લાગતા ત્રણ શખ્સોએ મહિલાના પુત્રને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ શક્તિ ટાઉન સોસાયટીની સામે વાસુરભાઈ જારીયાની ઓરડીમાં રહેતા દુર્ગાબેન કેસેભાઈ બીકે (ઉ.વ.૫૫) એ આરોપી રતન રામબહાદુર થારૂ તથા માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા રહે. રવાપર રોડ લોટસ સોસાયટીની સામે ઓરડીમાં મોરબી તથા કમલ થારૂ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૧૧-૨૦૨૩ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા પ્રકાશે આરોપી રતનને હાથ ઉસીના રૂ.૫૦૦૦/- આપેલા હોય જે પૈસા ફરીયાદીનો દિકરો આરોપી રતન પાસે માંગતા આરોપી રતનને સારૂ નહી લાગતા આરોપી રતન, માનબહાદુર તથા કમલ મળી ફરીયાદીના ઘરે આવી પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી આરોપી રતને ફરીયાદીના દિકરાને માથાના ભાગે મુર્તિ મારતા માથાના ભાગે ગંભીર ઇજા કરેલ અને આરોપી માનબહાદુરએ ફરીયાદીના દિકરાને શરીરે ઢીકા પાટુનો મુઢમાર મારેલ અને આરોપી કમલનાએ ફરીયાદીના દિકરાને માટલા વડે હાથમાં તથા પગમા મારતા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરી હોવાથી. આ બનાવ અંગે ભોગ બનનાર પુત્રની માતા દુર્ગાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૫,૩૨૬,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર