Thursday, January 9, 2025

મોરબીમા પ્રૌઢને લોભામણી લાલચ આપી રાજકોટના શખ્સે રૂ. 78.61 લાખ પડાવી લીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પ્રોઢના પુત્ર અને પુત્રીને રાજકોટના એક શખ્સે ફલેટ, ગુગલમાં નોકરી સસ્તામાં કાર જેવી લોભામણી લાલચ આપી પ્રૌઢ પાસેથી રૂપિયા ૭૮,૬૧,૦૦૦ પોતાના અંગત ફાયદા માટે પડાવી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર પ્રૌઢે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા મનસુખભાઇ છગનભાઇ કાવર ઉ.વ.૫૪ વાળાએ આરોપી હર્ષ દિનેશભાઇ દવે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરશનજી મુલચનજીવાળી શેરીમાં રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૫-૨૦૨૩ થી તા. ૦૨-૧૧-૨૦૨૩ દરમ્યાન આરોપી ફરિયાદીની દિકરી અંકિતા રાજકોટથી સરકારી બસમા બેસી મોરબી આવતી હતી ત્યારે પરિચયમા આવેલ હોય, ત્યારે આરોપી હર્ષ દિનેશભાઇ દવેની નિયતમા ખોટ હોય મીઠીમીઠી વાતો કરી ફરિયાદીની દિકરી અંકિતા તથા ફરિયાદી તથા ફરિયાદીના દિકરા આશિષભાઇનો વિશ્વાસ કેળવી સસ્તામા આઇ.ફોન અપાવી દેવાના બહાને, સાહેદ આશિષભાઇને એપલ કંપનીમા નોકરી અપાવી દેવાના બહાને, ફરિયાદી ને મોરબી ધુનડા રોડ પર ફલોરા-૧૧ મા સસ્તામા ફલેટ અપાવી દેવાના બહાને, ફલેટની કિ.રૂ. ૬૩,૦૦,૦૦૦/- છે પણ તમારા તરફથી રૂ. ૪૮,૦૦,૦૦૦/- ટ્રાન્સફર થયેલ છે તેનો આર.બી.આઇ ખુલાશો પુછે છે તેની પતાવટ કરવી પડશે તેવુ બહાનુ કરી, તેમજ ફરિયાદી સાહેદો સાથે છેતરપીંડી કરવાના આશયથી ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટનુ ચીહ્ન કોમ્પ્યુટર પર એડીટીંગ કરી બનાવી ઇન્કમટેક્ષ વિભાગના સીક્કા વાળી ખોટી નોટીસ બનાવી, ખોટો દસ્તાવેજ બનાવી ફરિયાદીને વોટસએપ મારફતે મોકલી તે નોટીસ ફાઇલે કરાવવી પડશે તેનો વહિવટ કરવો પડશે તેવુ બહાનુ કરી તેમજ આરોપીએ આર.બી.આઇ.ના સાહેબે મને પકડી લીધેલ છે તેની પતાવટના રૂપીયા આપવા પડશે તેવુ બ્હાનુ કરી તેમજ ક્રેટા કારના ગુગલ પરથી ફોટાઓ ડાઉનલોડ કરી તે ફોટા ફરિયાદીને વોટસએપથી મોકલી આ કાર સસ્તામા અપાવી દેવાની લાલચ આપી તેમજ આરોપીએ પોતાની માતા બીમાર છે. એવા જુદાજુદા બ્હાના કરી, ફરિયાદીના દિકરા આશિષભાઇને ગુગલ કંપનીમા નોકરી અપાવી દેવાની તથા સસ્તામા ફલેટ અપાવી દેવાની લાલચ આપી આ કામના ફરિયાદી પાસેથી કુલ રૂ. ૭૮,૬૧,૦૦૦/- મેળવી લઇ પોતાના અંગત ફાયદા માટે આ રકમ વાપરી નાખી હોવાથી ભોગ બનનાર મનસુખભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦, ૪૬૫,૪૬૭,૪૬૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર