મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જાહેરમાં જુગાર રમતા બે ઈસમો સાજીદભાઈ દોસમામદભાઈ જામ (ઉ.વ.૨૦) રહે. સાઇંન્ટીફીક વાડી રોડ શીવ સો સા નર્માદા હોલ પાસે મોરબી તથા નીલેશભાઈ જયંતીભાઈ દેલવાણીયા (ઉ.વ.૧૯) રહે. દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૯૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.