મોરબીની વ્રજ વાટીકા પાસે થતા ગેરકાયદેસર બાંધકામની મંજૂરી ઓર્ડર પાલિકાએ રદ કર્યો
મોરબી: મોરબીમાં મનફાવે તેમ બાંધકામ કરી સામાન્ય લોકો માટે જોખમ ઉભું કરનાર બિલ્ડરોએ હવે ચેતી જવાની જરૂર છે પાલિકાએ નિયમ ભંગ કરનાર બિલ્ડરને પાઠ ભણાવતો આદેશ કર્યો છે જેમાં વજેપરના સર્વે નંબરની એક જમીનમાં થતા બાંધકામની ફરિયાદ મળી હતી આ ફરિયાદમાં બીલ્ડર દ્વારા મંજુર થયેલા નકશા મુજબનું બાંધકામ ન થતા પાલિકાએ આપેલી મંજૂરીનો હુકમ રદ કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ વ્રજ વાટિકા સોસાયટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વજેપર ગામના સર્વે નંબર 999 પૈકીની જમીન 9468 ચોરસ મીટરને રહેણાંક હેતુ માટે હેતુફેર કરવામાં આવી હતી જે પૈકી જમીન નંબર 1/2/3 ને 14/10/2022 ના રોજ કલેકટરના હુકમથી હેતુફેર કરવામાં આવેલી હતી આ જમીનનો હેતુ ફેર કરનાર પુજા કન્સ્ટ્રકશન પાસેથી આ કામના સામા વાળા શિવ ડેવલોપર્સ દ્વારા વેચાણથી પ્લોટ નંબર 1 થી 3 ખરીદી કરવામાં આવી હતી અને તેના પર બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં સ્પેશ્યલ પીટીશન દાખલ કરવામાં આવી હતી જે અન્વયે અરજદાર દ્વ્રારા કરવામાં આવેલ મુખ્યત્વે રજૂઆતમાં બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા જિલ્લા કલેકટરના હેતુફેરના હુકમમાં જણાવ્યા મુજબની શરતોનું પાલન કરવામાં આવ્યું ન હોવા છતાં આ ઉપરાંત નગર નિયોજક દ્વારા મંજુર કરવા આવેલા આઉટ પ્લાનમાં રેકર્ડ સાથે છેડા કરી અને બાંધકામ પરવાનગી મેળવેલા હોવા તથા બાંધકામ મંજુરી સમયે રજુ કરેલા નકશા લે આઉટ પ્લાનમાં રસ્તાની મધ્ય રેખાથી 12 મીટર અંતર દર્શાવેલા છે તેમજ બિલ્ડીંગ ના આંતરિક રસ્તાઓને મેઈન રોડ દર્શાવી બાંધકામ પરવાનગી મેળવેલ હોવાનું જણાવ્યું હતું જે અંગેના જરૂરી મંજુરી અંગેના રેકોર્ડ પણ અરજદારે કોર્ટમાં રજુ કર્યા હતા બીજી તરફ શિવ ડેવલોપર્સ દ્વારા મૌખિક રીતે તમામ બાંધકામ નિયમ મુજબ કર્યો હોવાનું મૌખિક રજૂઆત રજુ કર્યા હોવાનું મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તેને લગતા લેખિત પુરાવા રજુ કરાયા ન હતા બને પક્ષ દ્વારા કરાયેલ દલીલ બાદ નગર પાલિકા દ્વારા તમામ દસ્તાવેજ તપાસ કરી હતી જેમાં શિવ ડેવલોપર્સના ભાગીદારો દ્વારા રજુ કરેલા નકશામાં 24 મિટર દર્શાવ્યો હતો જોકે આ રોડ 20 મિટરના હોવાનું સામે આવ્યું છે. odps માં મંજુર થયેલા બાંધકામમાં પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં રસ્તા દર્શાવેલ છે જોકે આ રસ્તા મૂળ પ્લાનના અંતરીક રસ્તા છે. તેમજ બિલ્ડર દ્વારા મંજુર થયેલા પ્લાનમાં રોડ સાઈડ માર્જીન પણ દર્શાવ્યું ન હોવાનું તેમજ જે તે વખતે કલેકટર કચેરીથી બિન ખેતી મંજુરી વખતે આપેલી શરતો નો પણ ભંગ કર્યો હોવાનું સામે આવતા મોરબી નગર પાલિકા દ્વારા આપવમાં આવેલ મંજુરી ઓર્ડરને રદ કરી દીધો હતો. આ બાબતે બિલ્ડરોના ભાગીદારો પર પોલીસ ફરીયાદ નોંધાઈ તેવી શક્યતાઓ છે.