સુરક્ષા – સલામતી અને સર્વાંગી વિકાસ થકી મહિલા સશક્તિકરણ કરવા સરકાર સતત પ્રયત્નશીલ
બાલિકાઓના સારા પોષણયુક્ત સ્વાસ્થ્ય અને કૌશલ્ય વર્ધન સાથે ઉત્તમ જીવનશૈલી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ ૨૦૧૫ થી બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા ૨૦૧૯ થી વહાલી દિકરી યોજના કાર્યરત છે. આ યોજનાઓના સૂચકાંકમાં બાલિકા જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્ય, દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણ બાળ લગ્ન સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજના ના સંકલનમાં જિલ્લા ઓ ખાતે દરેક ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે.
બાલિકા પંચાયત એ એક બિન રાજકીય અનૌપચારિક મંચ છે જે સ્થાનિક નિર્ણય લેવામાં ભાગીદારી દ્વારા લૈંગિક સમાનતા અને બાલિકાઓ/ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યશીલ છે. બાલિકા પંચાયતનો મૂળભૂત ઉદ્દેશ ગ્રામીણ સમુદાયમાં બાલિકાઓ/મહિલાઓ અંગે સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવા અંગેનો છે આ યોજનામાં યુવા બાલિકાઓને સંમિલિત કરીને તે દર્શાવવાનું છે કે, બાલિકાઓ પણ શાસન પ્રણાલીમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, જેથી બાલિકાઓ પ્રત્યેના સામાજિક વલણમાં ફેરફાર કરવો જરૂરી છે.
બાલિકા પંચાયતની રચના નો મુખ્ય હેતુ બાલિકાઓના જન્મ, પોષણ, આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા – સલામતી અને તેમના સર્વાંગી વિકાસ દ્વારા સશક્તિકરણ કરવાનો પ્રયાસ છે. ઉપરાંત બાલિકાઓને સરકારની વિવિધ સરકારી યોજના કાયદા ઓ વિશે જાગૃત કરવા અને લાભાન્વિત કરવા તથા સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના જાતિગત ભેદભાવ ને દૂર કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો ઉદ્દેશ પણ રહેલો છે.
મોરબી જિલ્લામાં કુલ ૩૫૨ બાલિકા પંચાયત કાર્યરત છે જેમાં બાલિકા સરપંચ, બાલિકા ઉપ-સરપંચ અને બાલિકા સભ્ય ઉપર મુજબના વિવિધ ઉદ્દેશ્યો સાથે કાર્ય કરે છે. હાલ મોરબી જિલ્લાના ટંકારા તથા મોરબી તાલુકા ખાતે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓને તાલીમ પણ આપવામાં આવી છે. આ બાલિકા પંચાયત થકી દીકરીઓ નેતૃત્વ લઈ બાલિકા પંચાયતના હેતુ ને પરિપૂર્ણ કરી સશક્ત કિશોરી સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે.
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં ૬૬કેવી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરીને કારણે આવતીકાલે તારીખ ૨૬/૦૪/૨૦૨૫, શનિવાર ના રોજ સમય ૦૬:૦૦ થી ૧૨:૦૦ વાગા સુધી વિજ પુરવઠો બંધ રાખવમાં આવશે.
ભાડિયાદ ફીડર જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવનગર, ચામુંડાનગર, ઉમિયાનગર, વરિયા નગર વિગેરે તથા આસપાસ ના...
મોરબીના સુરજબાગ પાસે બચુબાપા અન્નક્ષેત્રની જગ્યાએ બે શખ્સોએ બચુબાપ તથા સાહેદને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બચુબાપાની હોટલનુ રાશન વેર વિખેર કરી આતંક મચાવનાર બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સુરજ બાગમાં ગરોબોને...