મોરબીની ત્રાજપર ચોકડી નજીક દુકાનમાંથી 9.58 લાખથી વધુના તંબાકુના કાર્ટૂનની ચોરી
મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પ્લેક્ષમા ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાનમાં યુવક એક શખ્સને કામે રાખેલ હોય જે શખ્સે યુવકની દુકાનમાંથી તંબાકુના અલગ – અલગ કાર્ટૂન નંગ -૧૯ કિં રૂ. ૯,૫૮,૭૦૦ નો મુદ્દામાલ ચોરી કરી વેંચી નાખ્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર રોડ વૃંદાવન પાર્ક સોસાયટી રોયલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૨૦૧મા રહેતા અલ્પેશભાઈ કાંતીભાઇ ધમસાણીયા (ઉ.વ.૪૦) એ આરોપી જયદીપભાઈ બીપીનભાઈ કોઠીયા રહે. માધાપર હનુમાન ચોક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૪-૨૦૨૩ થી ૦૬-૧૦-૨૦૨૩ સુધીમાં ફરીયાદિએ પોતાની ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાનમા આરોપીને કામે રાખેલ હોય અને આરોપીએ ફરીયાદિની દુકાનમાથી તંબાકુના અલગ અલગ કાર્ટુન નંગ-૧૯ કિમત રૂપીયા- ૯,૫૮,૭૦૦/-ના તંબાકુના કાર્ટુન ફરીયાદિની જાણ બહાર પોતે પોતાની રીતના બારોબાર ચોરી કરી અન્યને વેચી નાખેલ હોવાથી ભોગ બનનાર અલ્પેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.