મોરબીની ત્રણ ફેક્ટરીમાં જીએસટી વિભાગના દરોડા
દિવાળી નજીક આવતાની સાથે જ મોરબીમાં ફરી એક વખત જીએસટીના દરોડા
મોરબીમાં અનેક સિરામિક એકમો આવેલા છે તેમા ઘણા સિરામિક એકમો દ્વારા ટેક્ષ ચોરી કરવામાં આવતી હોય છે જેના પર અવારનવાર જીએસટી વિભાગ દ્વારા તવાય બોલાવવામાં આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત વહેલી સવારે મોરબીની ઉંચી માંડલ નજીક ત્રણ ફેક્ટરીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબીના ઉંચી માંડલ નજીક આવેલા CEBON Ceramic, SIMPAN Ceramic, SIMKEN Ceramic પર આઠ જેટલી ટીમના દરોડા પડયા હોય તેવી પ્રાથમિક સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે અને હાલ DGCIની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એક તરફ મંદીનો માર સહન કરી રહી છે મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝ તેવામાં આવા કર ચોરો પર જીએસટીની રેઇડ થતા ટેક્ષ ચોરી કરતા એકમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.