મોરબી: રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે.
શાળાના બાળકોની આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરીવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરીટમાં આવેલ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગશિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી સ્થિત માત્ર મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબી પંથકમાં અનેક પ્રકારના સામાજીક, શૈક્ષણિક, મહિલા ઉત્થાન, કન્યા કેળવણી, જરૂરતમંદ, ગં. સ્વરૂપ બહેનોને રાશનકીટ, દીકરીઓને કરિયાવર આપવા સહીતના અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાનું સર્વવિદિત છે.
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પરિચિત એવા ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો ઓરડીનેટર...
ટંકારા તાલુકાના છતર ગામ નજીક શ્રી રામ ફેક્ટરીમાં કામ કરતી વખતે શેડ ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં કાળુપુરમા રહેતા મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (ઉ.વ.૩૭) નામનો યુવક ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રી રામ ફેક્ટરીમાં ફાયબરના શેડ પર કામ કરતી વખતે અકસ્માતે પડી જતા માથાના...