મોરબીની શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવવા કોંગ્રેસની માંગ
મોરબીથી રાજકોટ જતા હાઈવે પર શનાળા ગામે રાજપર ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્રમાં જણાવ્યું છે કે મોરબીથી રાજકોટ હાઈવે પર શનાળા-રાજપર ચોકડીએ અવારનવાર ટ્રાફિક સમસ્યા રહે ચેહ જેથી લોકો કલાકો સુધી વાહનોની લાંબી કતારોમાં પરેશાન થાય છે ચોકડીએ સર્કલ ના હોવાથી અકસ્માતો પણ બને છે અહીંથી સવાર અને સાંજના સમયે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને રાહદારીઓ પસાર થતા હોય જે સમયસર પહોંચી સકતા નથી જેથી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને રાજપર ચોકડીએ સર્કલ બનાવવા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા માંગ કરી છે