Wednesday, September 25, 2024

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિશ્વ મહિલાદિન નિમિત્તે દિકરીઓને 181 અભયમ હેલ્પલાઈનની સમજણ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાતની મહિલાઓને અભય બનાવતી એક અભિનવ હેલ્પલાઈન સેવા જે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગૃહ વિભાગ દ્વારા કાર્યરત છે.જેમાં અભયમ રેસ્ક્યુવાન દ્વારા જરૂરિયાતમંદ મહિલાને તાત્કાલિક સહાય અને સેવાઓ આપવામાં આવે છે,અભયમ 181 મહિલા હેલ્પલાઈન 24×7 કલાક નિઃશુલ્ક ટોલ ફ્રી સંપર્ક કરી શકાય છે.

આ હેલ્પલાઈનને રાજ્યની અન્ય હેલ્પલાઈન જેવી કે પોલીસ હેલ્પલાઈન-૧૦૯૧ , ચાઈલ્ડ હેલ્પલાઇન – ૧૦૯૮,મહિલા આયોગ હેલ્પલાઈન -૧૮૦૦૨૩૩૧૧૧૧ સાથે પણ જોડવામાં આવેલ છે.મહિલા કે દિકરીઓ સાથે શારીરિક, જાતીય માનસિક,સતામણી થતી હોય, કોઈ લુચ્ચા લફંગા દિકરીઓને હેરાન પરેશાન કરતા હોય તો 181 અભયમને કોલ કરવાથી અમદાવાદ હેડક્વાર્ટર ખાતે કોલ રિસીવ થાય ત્યાંથી જે તે બનાવ કે કોલ કરેલ સ્થળળે રહેલી રેસ્ક્યુવાનને કોલ આવે અને તાત્કાલિક વાન બનાવ સ્થળે પહોંચી જાય છે.અને બહેન કે દીકરીને મદદ કરે છે.આમ 181 અભયમ એ મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.વગેરે વાતો હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ કાઉન્સેલર સેજલબેન પટેલે તમામ દિકરીઓને 181 હેલ્પલાઇનની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર