મોરબીના પીપળી ગામ નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઝડપાયો
મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -03 કિં રૂ. ૧૭૦૪ ના મુદ્દામાલ સાથે આરોપી જશમતભાઈ કાળુભાઈ ઇન્દરીયા (ઉ.વ.૧૯) રહે. કુંભારીયા તા. માળીયા (મીં) વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.