મોરબીના નીંચી માંડલ ગામે યુવકનું ઊંઘમા જ મોત
મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં સિમોલા સીરામીક લેબર ક્વાર્ટરના રૂમમાં સવારના સુતેલ યુવાન સાંજના ઉઠતા ઊંઘ માં જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં સિમોલા સીરામીક લેબર ક્વાર્ટરમાં રહેતા વિનય સુભાષ યાદવ ઉવ-૨૨ વાળા ગઇ કાલ તા-૨૭/૦૪/૨૦૨૪ સવારના અગ્યાર વાગ્યા રૂમમા સુઇ ગયેલ હોય બાદ સાંજના સમયે ઉઠાડતા કોઇ કારણોસર ઉઠ્યો ન હતો અને ઊંઘમાં જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.