મોરબીની ન્યુચંદ્રેશ સોસાયટીમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
મોરબી: અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું મોરબીની ન્યુચંદ્રેશ સોસાયટીમા બળીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સોસાયટીનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ મંદિર ના પુજારી ,ગોપી મંડળની મહિલાઓ અને બાળાઓ દ્વારા અક્ષત કળશનું ભવ્ય પૂજન અર્ચન કરીને ભગવાન શ્રીરામ ની મહા આરતી કરવામા હતી
નાની બાળાઓ એ માથા ઉપર પર કુંભ લઈ અક્ષત કળશના સામૈયા કર્યા હતા સમગ્ર ન્યુચંદ્રેશ સોસાયટીનું વાતાવરણ શ્રીરામ થઈ ગયું હતું ઢોલ નગારા ના તાલે અને રાસ કીર્તન સાથે જય શ્રી રામ નાં નારા ના જયઘોષ સાથે અક્ષત કળશ યાત્રા બાજુની સત્તનામ સોસાયટી માં ફરી હતી
“અક્ષત કળશ” પુજન સાથે તમામ સોસાયટીની મહિલાઓ એ ભગવાન શ્રી રામજી ના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે અયોધ્યાથી આવેલ શ્રીરામ જન્મભૂમિ પુજીત અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા