Wednesday, January 8, 2025

મોરબીની નવલખી ફાટક પાસેથી બોલેરો ગાડી ચોરી થયાની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં બાઈક ચોરીના બનાવો બનાતા હોય છે ત્યારે હવે ફોર વ્હીલોન પણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોરબી નવલખી ફાટક નજીક સિલ્વર પાર્ક સોસાયટી પાછળ ઘુચરની વાડી પાસે રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બોલેરો પીકીઅપ ગાડી ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીની નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી પાછળ ઘુચરની વાડીમાં રહેતા ગીરીશભાઈ કલાભાઈ ડાભી (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીએ ફરીયાદિની મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી રજીસ્ટર નં. GJ-03- AZ-6860 વાળી જેની હાલે કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી બોલેરો પીકઅપ ગાડી (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર