Monday, November 11, 2024

મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નાસ્તા ગલીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદિર પાસે રહેતા હનીફભાઇ હુસેનભાઇ સોલંકી (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૯-૨૦૨૩ નાં રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં-GJ-36-K-3364 વાળુ સને ૨૦૧૮ નું મોડલનું કાળા કલરનું પોલીસ પટાવાળુ કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર હનીફભાઇએ આરોપી આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર