મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો
મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો
મોરબી: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવજન્ય એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝીટ કરાવવી, વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરાવવી તેમન વ્યવસાયિક શિક્ષણ મળી રહે, અભ્યાસ દરમ્યાન બાળકો પોતાની રસ રુચિ અનુસાર પોતાનામાં રહેલી શૂષુપ્ત શક્તિઓ બહાર લાવે એ માટે કલા ઉત્સવ, કલા મહાકુંભ, ખેલ મહાકુંભની સાથે બાળકોમાં ચિત્ર દોરવા, કાવ્ય લેખન પઠન ગાયન, વાદન, નૃત્ય, રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં પોતાનું કૌશલ્ય દાખવે એ માટે શાળા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એ અન્વયે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં દેશ વિદેશમાં જેમને જાદુના અનેક શો કર્યા છે એ વી.કે.જાદુગરના શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જાદુગર દ્વારા સાદા બમ્બુમાંથી ફૂલ કાઢવા, બાવન પત્તાની જુદી જુદી ટ્રિક બતાવી ખેલ બતાવ્યા,પેટીમાંથી સુશોભન રીબીન કાઢવી,કરન્સી નોટના સિરિયલ નંબરના આધારે પેટીમાંથી નંબર કાઢવા,જુદી જુદી રિંગને એકબીજી સાથે જોડવી, છૂટી પાડવી, ગળામાંથી તલવાર પસાર કરવી, પેટીમાંથી રૂમાલમાંથી જાદુના ખેલ બતાવ્યા હતા, વી.કે.જાદુગરે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન ગમત સાથે પૂરું પાડ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ જાદુના ખેલ નિહાળી ખુબજ મજા માણી હતી.