મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 11હજાર રૂપિયાના પુસ્તકાલયના પુસ્તકો અર્પણ કરતા નિતાબેન પટેલ
મોરબીના નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી શાળામાં 11 હજારના પુસ્તકો પુસ્તકાલય માટે અર્પણ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીઓ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કરવું, નેત્ર નિદાન કરવું, વિદ્યાર્થીઓનિઓને એક્સપોઝર વિઝીટ કરાવવી,વાનગી સ્પર્ધા, કુકિંગ કોમ્પિટિશન, વિજ્ઞાન પ્રદર્શન,લોકશાહી ઢબે શાળા પંચાયત માટે બાળ સંસદની ચૂંટણી વગેરે સહઅભ્યાસીક પ્રવૃત્તિની સાથે સાથે વિદ્યાર્થીનીઓ બાલ્યકાળથી ઇતર વાંચનની ટેવ વિકસે એ માટે શાળા પુસ્તકાલય ચાલે છે,.
આ પુસ્તકાલયમાં સરકાર તરફથી આવેલ ઘણાં પુસ્તકો છે,એમાં વધારો કરવા અને બાળ ભોગ્ય પુસ્તકો ખરીદવા માટે કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી હાલ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિસિલ એવા નિતાબેન કૈલા પટેલ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ માટે પુસ્તકાલયમાં પુસ્તકો વસાવવા માટે રૂપિયા અગિયાર હજાર પુરાનું અનુદાન આપતા સહજાનંદ ટ્રષ્ટ-ભુજ ખાતેથી અવનવા પુસ્તકો ખરીદી પુસ્તકાલયને વધુ સમૃદ્ધ બનાવેલ છે,નિતાબેનની આ દાનવીરતાને શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ શાળા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરેલ છે.