Saturday, January 4, 2025

મોરબીની માધાપરવાડી શાળામાં પ્રજા અને પોલીસ સમન્વય અંતર્ગત રમતોત્સવ ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં રમત ગમત હરીફાઈ યોજાઈ

મોરબી: પ્રજા અને પોલીસનો સમન્વય થાય સાચા લોકો અને ખાસ કરીને બાળકો પોલિસથી ડરે નહિ તેમજ લોકોને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો કોઈનાથી ડર્યા વગર પોલીસ ખાતામાં ફરિયાદ કરે,પોલીસ એ પ્રજાના મિત્ર છે, એવા હેતુસર માધાપરવાડી કુમાર અને કન્યા શાળા ખાતે પી.એસ.આઈ. સી.એમ.કરકર કોન્સ્ટેબલ ધર્મિષ્ઠાબેન લગધરીકા અને કોન્સ્ટેબલ જયદીપભાઈ દેવસુરની પ્રેરક ઉપસ્થિતમાં કુમાર અને કન્યા મળીને 300 બાળકો વચ્ચે રમત ગમત હરીફાઈ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ.

જેમાં સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ ચમચી,દોરડા કુદ વગેરે રમતોનું રમાડવામાં આવેલ જેમાં લીંબુ ચમચી કુમારમાં પ્રથમ નંબર, મણિલાલ પરમાર,દોરડાકુદમાં નિખિલ કોથળાદોડમાં રસિક હડિયલ અને લીંબુ ચમચી કન્યામાં રાધા શુક્રમ હઠીલા, સંગીત ખુરશીમાં શિતલ રમેશભાઈ ચાવડા, દોરડાકુદમાં ડિમ્પલ અમરશીભાઈ પરમાર વગેરેએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા હતા. પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ પોલીસ અધિકારીઓ તરફથી ઈનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તકે પીએસઆઈ સી.એમ. કરકર, કોન્સ્ટેબલ જયદીપભાઈ દેવસુર, કોન્સ્ટેબલ ધર્મિષ્ઠાબેન લગધિરકા વગેરે અધિકારીઓએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક બંધુ-ભગિનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર