મોરબીની કુબેર ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી તાલુકાના નેકસેસ સિનેમા પાસેથી એક ઇગ્લીશ દારૂ ભરેલ સ્વીફટ કારનો પીછો કરી કુબેર ફાટક પાસેથી સ્વિફટ કારમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૧ કિ.રૂ. ૫૩,૭૫૬/- તથા સ્વીફટ કાર મળી કુલ કિ.રૂ. ૩૫૩,૭૫૬/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તાહે બાતમી મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજીસ્ટર નંબર- GJ-36-8-727 જેના આગળના કાચમાં જય મચ્છો માં લખેલ છે જે ગાડીમાં ઇંગ્લીશ દારૂ ભરી જે નવલખી બાયપાસ રોડ થઇ મોરબી તરફ આવે છે- જે બાતમીના આધરે નવલખી બાયપાસ ખાતે નેકસેસ સિનેમા સામે વોચ તપાસમાં હોય જે દરમ્યાન બાતમીવાળી સ્વીફટ કાર આવતા ઇસમ કાર ચાલક પોતાની કાર યુ-ટર્ન મારી ભગાવીને કુબેર ફાટક પાસે સ્વીફટ કાર મુકી નાસી ગયેલ જે કારમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૧ કિ.રૂ. ૫૩,૭૫૬/- તથા સ્વીફટ કાર મળી કુલ કિ.રૂ. ૩૫૩,૭૫૬ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.