મોરબીની ગોર ખીજડીયા ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે સન્માનિત કરાઈ
સમગ્ર ભારતને ૨૦૨૫માં ટીબી મુક્ત કરવાનો સંકલ્પ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ગોર ખીજડીયા ગ્રામ પંચાય ટીબી મુક્ત થઈ હોવાનું જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જણાવવામાં આવેલ છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે ૨૪ માર્ચ એટલે કે વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામને મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે સન્માનિત કરવામાં આવી હતી. જે બદલ ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયાને મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ તથા ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી.