મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે યોજાયેલ પ્રિ. SSC પરીક્ષામાં 95 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
મોરબી: મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું ૧૧૦ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન કરેલ હતા જેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી.
તારીખ 09/02/2025 રવિવારના રોજ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવેલ જે પરીક્ષામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર રીતે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય તથા બાળકોમાં રહેલો બોર્ડ ૫રીક્ષાનો ડર દુર થાય. પરીક્ષા સમયે બેઠક વ્યવસ્થતાથી લઇ પેપર લખવા સુઘી ઘણી બધી મુશકેલીઓ ૫ડતી હોય છે તે દુર કરી શકાય છે પેપરમાં જે વિગતો પુરવાની હોય તેવી તમામ માહિતી આપી બાળકોમાં રહેલ પરીક્ષાનો ડર દુર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
આવીજ રીતે આગામી દિવસોમાં ધોરણ ૬ થી ૮ અને ૧૧ આર્ટસ /કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે.(વધુ માહિતી માટે સંપર્ક નં : 7016278907 /8401460641