Monday, January 20, 2025

મોરબીની બોરીયાપાટી પ્રાથમિક શાળામાં “રંગતરંગ” કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના બોરીયાપાટી વિસ્તારમા આવેલ સરકારી શાળા શ્રી બોરીયાપાટી પ્રાથમિક શાળામા “રંગતરંગ” નામે રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમને માણવા બહોળી સંખ્યામાં આ વિસ્તારના લોકો હાજર રહયા હતા. કાર્યક્રમના સહભાગી બાળકોને પ્રોત્સાહન આપવા તથા શાળાની માળખાકીય સુવિધા વધારવા અંદાજિત 7,00,000/- ₹ જેટલી માતબર રકમનો લોક ફાળો આપવામાં આવ્યો હતો .

આ કાર્યક્રમના અંતે તમામને દાતાઓ તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો. તેમજ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. ગરચર, કે. નિ. નિલેશ ભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અજીતભાઈ મોરડીયા તથા સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમજ શાળાને મળેલ લોક સહયોગ બદલ તમામ દાતાઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર