Wednesday, January 8, 2025

મોરબીની બ્લોસમ પ્રિ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 4 માળ ધરાવતી 18 ક્લાસ AC projector, CC TV camera, floor wise washroom, wifi અને 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો.

જેમાં કે.કે.પરમાર ભાજપ અગ્રણી નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન દેવાભાઈ અવાડિયા, નિર્મલ જારીયા પ્રમુખ બક્ષીપંચ મોરચો મોરબી જિલ્લો, જતીન ભાઈ ફૂલતરી પૂર્વ પ્રમુખ આટી સેલ, ચુની ભાઈ પરમાર પૂર્વ ચેરમેન, અવચર ભાઈ જાદવ પૂર્વ કાઉન્સેલર, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ અનેક વાલીઓની ઉપસ્થિતમાં નાના નાના ભુલકાઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની સંસ્કૃતિ આજની ભાગદોડ વાળી માનવ જિંદગીને ઉજાગર કરતો ડ્રાંમાં તેમજ મહા મૃત્યુંજય જાપ, Shape Dance હનુમાન ચાલીસા સમજાવતો હનુમાન ડાંસ, સાઉથ ડાંસ, ગુજરાતી કવિતા,પુસ્તક વિશે ડ્રામા, હિન્દી બોલિવૂડ ડાન્સ, મધર ડાન્સ, સન ડાન્સ,કપલ ડાન્સ, વગેરે કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મન મોહી લીધા હતા.

સમગ્ર કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરનાર બાળકોને પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફ તેમજ રાજેશભાઈ ભીમાણી સંચાલક તેમજ નિમિષાબેન ભીમાણી પૂર્વ કોર્પોરેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર