મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળાની પાછળની શેરીમાં તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેર તેમજ જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત થતા જ શ્રાવણીયો જુગાર શરૂ થઈ ગયો છે ત્યારે દરરોજ પોલીસ દ્વારા જુગારીઓને કોઈને કોઈ સ્થળ પર પત્તા ટીચતા ઝડપી પાડે છે ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળા પાછળની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો જયભાઇ હિતેષભાઇ રામાનુજ ઉ.વ.૨૨ રહે. રોટરીનગર મોરબી-૨, રોહિતગીરી સુખદેવગીરી ગોસાઇ ઉ.વ.૩૦ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી શેરી નં.ર મુળ રહે. ધરમપુર તા.જી.મોરબી, જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા ઉ.વ.૨૮ રહે. શિવપાર્ક સોસાયટી મોરબી-૨, મનસુખભાઇ મગનભાઇ પરસુડા ઉ.વ.૪૨ રહે ભાગ્યલક્ષ્મી સોસાયતી શેરી નં.-૨ કલ્પેશભાઇ રાજેશભાઇ ગેડાણી ઉ.વ.૨૫ રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી-૨ મુળગામ વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૭,૪૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.