મોરબીની આલાપ સોસાયટીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર આઇ.શ્રી હાઇટ્સ ફ્લેટ નં -૬૦૩ માં રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીની આલાપ સોસાયટીના મેઇન ગેઇટ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઇ.બી.-૧૧૦૪ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.