મોરબીને જોઇએ એક પાણીદાર નેતા
જી…હા મોરબીને જોઇએ એક પાણીદાર નેતા કેમ કે આ એક વરસાદમાં મોરબી થઇ ગયુ છે પાણી પાણી
મોરબી જિલ્લામાં હજુતો વરસાદની સીઝનનો પહેલો વરસાદ પળ્યો છે ત્યા આખુ મોરબી શહેર પાણી પાણી થઇ ગયું છે કેમ કે કારણ એક જ પાણી વગરનાં નેતા
મોરબી શહેરની આવી હાલત પહેલી વાર નથી થઇ દરવર્ષે આને આજ સ્થિતિ હોઇ છે દર વર્ષે શહેરનાં ૧૦ જેટલા વોંકળા પ્રજાના પરસેવાની કમાણી થી સાફ કરવામાં આવે છે પણ તે પૈસા વર્ષોથી વેડફાયા વાદ પણ પ્રજાને મુશ્કેલી માંથી કોઇ નેતા કાઢી સક્યા નથી.
૨૦ વર્ષથી ચુંટાયને આવતા નેતા વાતો કરી કરી ને પોતાની જ પીઠ પોતેજ થબથબાવતા આવ્યા છે પણ લોકોને પડતી આ મુશ્કેલી માંથી બહાર કાઢી સક્યા નથી સાથો સાથ નગરપાલિકા માં સાસન પક્ષનું હોઇ કે વહીવટદારનું સ્થિતિ જૈસે થે જેવી જ જોવા મળી રહી છે. માટે જ અમે લખી રહ્યા છીએ કે મોરબીને જોઇએ પાણીદાર નેતા.