Monday, December 23, 2024

મોરબીના યુવાઓએ No Drugs Campaignમાં 16560 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓનીં ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યુ હતું કે જેમાં મોરબીના સાગર ફળદુ ઉપરાંત ૧૧ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ ૨૬ સપ્ટેમ્બર ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુખ કે જેની ઊંચાઈ ૧૬,૫૬૦ ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા NO DRUGS CAMPAIGN નો સંદેશ આપ્યો હતો.

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ જગતસુખ તરફ પ્રયાણ કર્યું હતું અને તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ સમિટ કરી ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ ૧૨ સાહસિક યુવાની ટીમમાસાગર ફળદુ ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન ભાવસાર, ધ્રુવ પટેલ, વેદાંત ધોળકીયા, દેવાંશ રાવલ, સાગર જસાણી, હર્ષલ ગોહેલ, યશ આહુજા એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ઇન્વિન્સિબલના આ ૧૨ પર્વતારોહકોનુનો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર