મોરબીના યુવકે સુસાઈડ નોટ લખી જોધપર (નદી) ગામે મચ્છુ ડેમમાં ઝંપલાવ્યું
મોરબી: મોરબીના યુવકે બે બીમારીથી કંટાળી સુસાઈ નોટ લખી મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે મચ્છુ -૦૨ ડેમમાં ઝંપલાવતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ સત્યમ પાનવાળી શેરીમાં પુનીતનગરમા રહેતા મનોજભાઇ ઉર્ફે લાલો ઉ.વ.૪૪ વાળા છેલ્લા અઢારેક વર્ષથી માનસીક બીમારી હોય જેની દવા ચાલુ હોય તેમજ મનોજભાઇ આજથી આશરે આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતા સમયે સોનુ ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગયેલ જેના કારણે વ્યવસ્થીત સમજી શકાય તેમ બોલી નહીં શકવાની તકલીફ થતા આ બંને બીમારીથી કંટાળી જઇ જોધપર(નદી), મચ્છુ-૦૨ ડેમના સ્લીપ-વે બ્રિઝ ઉપર પોતાના ચંપલ-મોબાઇલ તથા પાકીટમાં સ્યુસાઇડ નોટ મુકી મચ્છુ-૦૨ ડેમના પાણીમાં પોતે પોતાની જાતે ઝંપલાવી પાણીમાં ડુબી જતા મનોજભાઇનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.