મોરબીના યુવા પત્રકાર મિલન નાનકનો આજે જન્મદિવસ
મોરબીના ગુજરાત ન્યૂઝ, નિર્માણ ન્યુઝ ચેનલના રિપોર્ટર તથા મોરબી ડેઈલી ન્યૂઝ પોર્ટલ વેબ ન્યુઝના મેન્ટોર મિલન નાનકનો આજે જન્મદિવસ છે.
મૂળ કોયલી ગામના મિલન નાનકે મોરબીની પોતાની કર્મભૂમિ બનાવી છે અને છેલ્લા 35 વર્ષથી મોરબીમાં સ્થાયી થઈને પોતાના પત્રકારત્વમાં જોડાઈ લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. લાગણીશીલ સ્વભાવ અને મિત્રતા નિભાવવાના અનેરા ગુણને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવનાર મિલન નાનકે બહોળી લોક ચાહના મેળવી છે.
મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા મિલન નાનક આજે પણ કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકેની જવાબદારી સુપરે નિભાવી રહ્યા છે. દરેકને પોતાના મિત્રો બનાવી હ્રદયપૂર્વક જોડાઈને પરમ મિત્ર અને સાચા હમદર્દ બનીને ઉમદા મિત્ર ભાવના નિભાવી પણ રહ્યા છે. આજે મિલન નાનકના જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો, સગાં-સંબંધીઓ, પરિવારજનો તથા બહોળા મિત્ર વતુર્ળ તરફથી તેમના મોબાઈલ નંબર 8905293381 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.