મોરબીના વીસીપરા રેલ્વે સ્ટેશન નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં લાયન્સ સ્કુલથી આગળ વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે ખાડામાં જતા રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લાયન્સ સ્કુલથી આગળ વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે ખાડામાં જતા રસ્તા પરથી આરોપી રોહિતભાઈ કાંતીભાઇ ઉર્ફે મુન્નાભાઈ સરવૈયા (ઉ.વ.૨૨) રહે. સેન્ટ મેરી સ્કૂલની દીવાલ પાસે નવલખી રોડ મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં રૂ.૨૬૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.