મોરબીના વિવિધ વિસ્તારોની કમીશ્નર દ્વારા મુલાકાત લઈ કચરાનો યોગ્ય નિકાલ કરવા સુચના આપી
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નવ નિયુક્ત કમીશ્નર દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના લાતી પ્લોટ, વીસીપરા, અને પાવન પાર્કમાં ગાર્બેઝ વલ્નરેબલ પોઇન્ટની મુલાકાત લઈ કચરાનો યોગ્ય નિકાલ કરવા સફાઇ કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ કમીશ્નર સ્વપ્નીલ ખરે એક્શન મોડમાં જોવા મળી રહ્ય છે સતત બે દિવસ સુધી મોરબીના શનાળા રોડ અને સ્ટેશન રોડ પર ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલ રાતના કમીશ્નર દ્વારા મોરબીના લાતી પ્લોટ, વીસીપરા અને પાવન પાર્કમાં ગાર્બેઝ વલ્નરેબલ પોઇન્ટ (GVP) ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકાના વાહનો કચરો લેવા માટે ડોર ડોર ટુ આવે છે કે નહી તેની ચકાસણી કરી હતી તેમજ લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓને જ્યાં ત્યાં કચરો નહી ફેંકવા જણાવ્યું હતું તેમજ કચરો એક જગ્યાએ એકત્ર કરી કચરાનો યોગ્ય અને નિયમિત નીકાલ કરવા મોરબી મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીઓને કમીશ્નર દ્વારા સુચના આપવામાં આવી હતી.