મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 34 બોટલ ઝડપાઈ
મોરબી: મોરબી શહેરમાં શેરી અને ગલ્લીએ જાણે દારૂના વિક્રેતાઓ બેઠા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના વીસીપરા રણછોડનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૪ બોટલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા રણછોડનગરમા પાણીના ટાંકા સામે રહેતા રફીકભાઈ હૈદરભાઈ મોવરના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૪ કિં રૂ. ૧૦,૨૦૦ નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી રફીકભાઈ હૈદરભાઈ મોવર રહે. વીસીપર રણછોનગર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.