મોરબીના વિશીપરામા સોના – ચાંદીના દાગીના સહિત 1.67 લાખની ચોરી
મોરબી: મોરબીના વિશીપરા લાયન્સનગર વિસ્તારમાં નવલખી રોડ પર આવેલ રહેણાંક મકાનમાં તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ૧,૬૭,૩૦૦ ની મતામાલની ચોરી કરી જતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ચોરીની ઘટનાઓ તથા ચોરીના બનાવ અવરનવર સામે આવે છે ઘણી વખત ચોરી કરતા ઈસમોના સીસીટીવી પણ સામે આવે છે. ત્યારે મોરબીમાં એક ચોરીની ફરીયાદ નોંધાતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મોરબીના વિશીપરા લાયન્સનગર નવલખી રોડ પર રહેતા જયેશભાઇ દલપતભાઈ પરમાર (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૦-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી પોતાના રહેણાંક મકાને પરિવાર સાથે નિચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે મકાનનો દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીનો લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા પાકીટ મળી કુલ કિ રૂ ૧,૬૭,૩૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.