મોરબીના વિસીપરા વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલેન્સ સ્ટાફ વીશીપરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુકતમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી વીસીપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસે એક ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે રાખી ફરે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા ઇરફાનભાઇ રહિમભાઇ સુમર (ઉ.વ.૨૧) રહે, ફુલછાપ કોલોની બરફના કારખાના પાસે વીસીપરા મોરબી વાળા પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.